બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન અને તમામ ડિરેક્ટરોએ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ અમરેલી જિલ્લા સાંસદના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી-બગસરા વિધાનસભાના ધારાસભ્ય જે.વી. કાકડિયા અને અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા ઉપસ્થિત રહ્યા હતા. બગસરા માર્કેટિંગ યાર્ડના તમામ ડિરેક્ટરોએ આ અગ્રણીઓ સાથે સૌજન્યપૂર્ણ મુલાકાત કરી હતી.









































