બગસરા શહેરની મધ્યમાં આવેલી મામલતદાર કચેરી પાસે જ ગંદકીના ગંજ ખડકાયા હોવાથી શહેરીજનો ભારે પરેશાની ભોગવી રહ્યાં છે તો મામલતદાર કચેરીએ કામ અર્થે આવતા અરજદારો પણ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સ્વચ્છતા અભિયાનની માત્ર વાતો કરતું તંત્ર ગંદકી સાફ કરવામાં ઉણુ ઉતર્યુ છે. હાલ શહેરમાં રોગચાળાએ માથુ ઉંચકયું છે ત્યારે તંત્રની બેદરકારીને કારણે રોગચાળામાં વધારો થવાની શકયતા હોવાથી લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે.