બગસરાથી માણેકવાડા સુધીના માર્ગ પર મસમોટા ખાડા હોવાથી રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બિસ્માર માર્ગ પરથી ચાલતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતત સતાવતો રહે છે. આ રોડ અતિ બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા રિપેરીંગ કામ કરવામાં આવતું ન હોવાથી વાહન ચાલકોમાં રોષની લાગણી પ્રસરી છે. ખાડાખબડાવાળા રોડના કારણે આ રોડ પર અકસ્માતની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જાવાઇ રહી છે કે શું? તેવો સવાલ લોકોમાંથી ઉઠી રહ્યો છે. આ રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.