બગસરા-માણેકવાડા રોડ બિસ્માર હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં હતા ત્યારે તંત્ર દ્વારા આ માર્ગનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગની કામગીરી નબળી હોવાનુ નાના મુંજીયાસરના ગ્રામજનોને તેમજ મનસુખભાઈ કયાડા, નારણભાઈ વઘાસીયાને થતા રોડની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી જેમાં થોડા માલ નબળો આવી ગયો હોવાનો ખુદ એન્જિનિયરે પણ સ્વીકાર કર્યો હતો.