બગસરા પીજીવીસીએલ સબ ડિવિઝનમાં છ વર્ષ જેટલો સમય નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર અને તૌકતે વાવાઝોડા બાદ અસરકારક કામગીરી કરનાર ડે. એન્જિનિયર વીરડીયાની રાજકોટ ખાતે બદલી થતા સ્ટાફ દ્વારા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ તકે શહેરના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને તેમની કામગીરી બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે, તૌકતે બાદ એક જ માસમાં તેમણે બગસરા સબ ડિવિઝન હેઠળ આવતા ગામડાઓમાં ખેતીવાડીનો વીજપાવર શરૂ કરાવતા રાજકોટ કોર્પોરેટ ઓફિસ દ્વારા તેમનું સન્માન કરાયું હતું.