બગસરામાં પાલિકા દ્વારા ૫૮ જેટલી દુકાનો ધરાવતું મારૂતિ કોમ્પલેક્સ સીલ કરવામાં આવ્યું હતું. આ કોમ્પલેક્ષમાં એક સહકારી મંડળી પણ આવી છે ત્યારે પાલિકા દ્વારા તેમજ મામલદાર તેમજ પ્રાંત અધિકારી અને પોલીસ સ્ટાફ અને પીજીવિસીએલના અધિકારીઓને સાથે રાખીને આ કોમ્પલેક્સ સીલ કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય શહેરની ઘણી બધી દુકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી. તંત્રની કામગીરી બાદ શહેરનાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચીફ ઓફિસરે જણાવ્યું કે હજુ પણ આ કામગીરી પુરજાશમાં ચાલશે અને આ કામગીરી ૧૮ તારીખ સુધી ચાલુ રહેશે. બગસરા શહેરના તમામ કોમ્પલેક્સ તમામ ખાનગી સ્કૂલનું પણ ચેકીંગ થયા બાદ જ સ્કૂલ ચાલુ કરવામાં આવશે.

શહેરની અમુક દુકાનો ન ચકાસવા ભલામણ
બગસરામાં આવેલી કરિયાણાની દુકાનોની તપાસ બાબતે ધારાસભ્ય દ્વારા આ દુકાનો પર તપાસ ન કરવા ભલામણ કરવામાં આવી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. આ બાબતે ચીફ ઓફિસરને પૂછવામાં આવતા તેમણે શહેરની તમામ કરિયાણા સહિતની દુકાનોની તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.