બગસરા નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદારોના પાંચ માસથી પગાર નહી થતા સફાઈ કામદારોએ નગરપાલિકા જઈ હલ્લાબોલ કર્યો હતો. બગસરા નગરપાલિકામાં ફાયનાન્સ બોર્ડની અણઆવડત અને શાસક પક્ષોની નિઃરસતાને કારણે છેલ્લાં પાંચ માસથી કર્મચારીઓ, સફાઈ કામદારો અને પેન્શનરોનો પગાર નહી થતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. સફાઈ કામદારોને પગાર નહી થતા તેમને ઘર ચલાવવાના પણ ફાંફા પડી રહ્યાં છે. લાઈટબીલ નહી ભરવાને કારણે વીજ કનેકશન કપાઈ જવાની પણ શકયતા હોવાથી સફાઈ કામદારોની ધીરજ ખુટી હોય તેમ નગરપાલિકા કચેરીએ જઈ હલ્લાબોલ કર્યો હતો. પગાર નહી મળવાથી અમુક કામદારોએ તો આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી. તેમજ પાલિકાના બિલ્ડીંગના લોકાર્પણ સમયે રૂ.ર૭૦૦૦ના ફુગ્ગા સામે પણ સફાઈ કામદારોએ વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.આમ પાલિકાના કર્મચારીઓને પાંચ માસથી પગાર નહી મળતા ભારે રોષ ફેલાયો છે.