બગસરા નગર પાલિકાની સામાન્ય સભા બગસરા ટાઉન હોલ ખાતે પાલિકા પ્રમુખ નીરવ ગોંડલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં બગસરાના વિકાસના કામ માટે રૂ.૧૦.૫૦ કરોડના ખર્ચે વિવિધ કામો સર્વાનુમતેનો ઠરાવ પાસ કરવામાં આવ્યા હતા તેમજ અધ્યક્ષ સ્થાનેથી બગસરાનો વિવાદિત મુદ્દો વેરા ઘટાડવાનો મુદો રજૂ કરવામાં આવેલ તુરત જ યુ ટર્ન લઈ કોર્ટ મેટર હોઈ જેમાં ફેરફાર કરી શકીએ નહીંનું બહાનું ધરી બગસરા ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી સંસ્થાઓના દ્વારા કરાયેલ રજુઆતનો ઉલાળ્યો કર્યો હતો. અને બગસરાની પ્રજાએ રાખેલ વિશ્વાસનો વિશ્વાસઘાત થતા લોકોમાં ભારે રોસ જોવા મળી આવેલ હતો. ચેમ્બર દ્વારા જ કોર્ટમાં કેસ કરેલ છે ત્યારે ચેમ્બરના પ્રમુખ સદસ્ય તરીકે આ મિટિંગમાં હાજર હોવા છતાં આ કેસ પરત ખેંચવાની પણ જાહેરાત ન કરતા લોકોના વેરા ઘટાડવામાં ચેમ્બર જ આડ ખીલી રૂપ સાબિત થયું હતું. તેમજ આ બધાજ વિકાસના કામો સર્વાનુમતે બહાલી આપવામાં આવ્યા હતા તેમજ ૧૩ જેટલી નવી સમિતિની રચના કરવામાં આવી હતી તેમજ એજન્ડામા આપેલ તમામ મુદા સર્વાનુ મતે પસાર કરવામા આવેલ હતા તેમજ ૧૫ મા નાણા પંચ માથી ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે સાત નવી ગાડી તેમજ બે ભૂગર્ભ ગટરની સાફાઈ માટેની નવી ગાડીનું લોકાર્પણ બગસરા ધારી ધારા સભ્ય જે.વી.કાકડીયા તેમજ અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરબાપુ તેમજ પાલિકા પ્રમુખ સહિતના સભ્યો દ્વારા લોકાર્પણ કરવામા આવેલ હતું.