બગસરામાં પાલિકા દ્વારા બનાવેલી મુતરડીની દુર્દશા જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂની પાલિકા બિલ્ડીંગ પાસે આવેલી આ મુતરડી ગંદકીથી ઉભરાઈ રહી છે અને તેમાંથી ફેલાતી દુર્ગંધને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને વેપારીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ અનેક વખત પાલિકાને રજૂઆત કરી છે. વેપારીઓ માટે આ વિસ્તારમાં આ એક માત્ર મુતરડી હોવાથી તેની સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. પરંતુ પાલિકાના સત્તાધીશો આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી. વિરોધ પક્ષના નેતા જમાલ સરવૈયાએ સોશિયલ મીડિયા પર આ મુતરડીની દુર્દશાનો વીડિયો શેર કરીને પાલિકાની બેદરકારીનો પર્દાફાશ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, પાલિકા સફાઈના નારા ગાઈ રહી છે પરંતુ હકીકતમાં સ્થિતિ બિલકુલ ઉલટી છે. આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભારે રોષ છે. તેઓ પાલિકા પાસે માંગ કરી રહ્યા છે કે, તાત્કાલિક આ મુતરડીને સાફ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.