બગસરા પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતીને લગ્નની લાલચ આપી યૌન શોષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત છરી બતાવીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે પીડિતાએ નવા ઝાંઝરીયા ગામના ચાર પુરુષ અને એક મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગત પ્રમાણે, આરોપીએ લગ્નની લાલચ આપી તેમનું શારીરિક શોષણ કર્યું હતું. તેના પિતાએ જો પુત્ર સામે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઉપરાંત આરોપીએ ભેગા મળી તેમની સગાઈ તોડાવી નાંખી હતી. આરોપીએ અલગ અલગ જગ્યાએ લઇ જઇ યૌન શોષણ કર્યું હતું.
ઉપરાંત ૨૦ દિવસ પહેલા તેમના ઘરે આવી છરી બતાવી ગાડીમાં બેસાડી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી રસ્તામાં તેમના પર બળાત્કાર કર્યો હતો અને કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ તેને ફોન કરી ધમકી આપી હતી કે મારા પતિ વિરૂધ્ધ કોઇ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ.
આરોપીઓના ત્રાસથી તે દવા પીવા મજબૂર બની હતી. બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.બી.જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.