બગસરા પંથકમાં એક યુવતી સાથે જુના વાઘણીયા ગામના યુવકે નવા મકાનના બાંધકામ કરવા બહાને પરિચય કેળવ્યો હતો. જે બાદ તે એકલી હતી ત્યારે તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું અને લગ્ન નોંધણી કરાવી ઘરે પણ મૂકી ગયો હતો. આ અંગે પીડિતાએ જુના વાઘણીયા ગામના દિપકભાઈ મનુભાઈ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, પીડિતાના નવા મકાનના બાંધકામ કરવાના બહાને આરોપીએ પરિચય કેળવ્યો હતો. તે ઘરે એકલી હતી તે વખતે ઘરે આવી તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂમમાં પકડી લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી અમરેલી સેવા સદન ખાતે લગ્ન નોંધણી કરાવી બાદ ઘરે પરત મૂકી ગયો હતો. જે બાદ ફરીવાર તે ઘરે એકલા હોય ત્યારે છરી બતાવી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીમાં બેસાડી અપહરણ કરી સોમનાથ ખાતે આવેલ ગેસ્ટ હાઉસોમાં લઈ ગયો હતો તથા કોડીનારના વિરાટનગર સોસાયટીમાં મકાન ભાડે રાખ્યું હતુ ત્યાં પણ અવાર-નવાર બળાત્કાર કર્યો હતો. બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.ડી.ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.