બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી. ની બગસરા શાખાના સભાસદ નરભેરામભાઇ લવજીભાઈ ચુડાસમાનું આકસ્મિક અવસાન થતા તેમના વારસદારને મંડળી તરફથી બાજપાઈ સહાય નિધિની રકમ રૂપિયા ૨૫૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ વેળાએ મંડળીના જનરલ એમ.ડી. નિતેશભાઇ ડોડીયા, શાખા એમ. ડી. હરિભાઈ ભટ્ટી, જનરલ સેક્રેટરી ડી.જી. મહેતા, હેડક્લાર્ક પ્રકાશભાઈ પાઘડાળ, શાખા સેક્રેટરી હેમેન્દ્રકુમાર કટેશીયા સહિતનાઓ હાજર રહ્યાં હતા.