બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા સભાસદનું આકસ્મિક અવસાન થતાં સભાસદનાં વારસદારને મંડળીનાં ડિરેકટર અને કર્મચારીનાં હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીનાં સભાસદ ચંદુભાઈ સરવૈયાનું અવસાન થતાં તેમના વારસદારને બાજપાઈ સહાય નિધિનો રૂ. રપ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચેક અર્પણ કરતા સમયે મંડળીનાં જનરલ એમ.ડી. નિતેષ ડોડીયા, ડિરેકટર પ્રકાશભાઈ ભરખડા, જનરલ સેક્રેટરી ડી.જી. મહેતા, શાખા સેક્રેટરી હેમેન્દ્ર મહેતા હાજર રહ્યા હતા. તેમ આસિસ્ટન્ટ સેક્રેટરી પ્રવિણસિંહ રાઠોડની યાદીમાં જણાવાયું છે.