બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીએ વર્ષ ૨૦૨૩-૨૪માં ૪,૨૧,૨૧,૧૨૧નો નફો કર્યો હતો.
જેમાં સભાસદના જમા શેરભંડોળ ઉપર ૧૫ ટકા ડિવિડન્ડના રૂ. ૪૬૩૭૧૭૬ની રકમ એનાયત કરવાનો શુભારંભ લાભપાંચમના દિવસે મંડળીના સ્થાપક ચેરમેન રશ્વિનભાઈ ડોડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો. જેમાં શાખાના એમડી, ડીરેકટરો,  એડવાઇઝરી બોર્ડ મેમ્બર, સાધુ-સંતો, રાજકીય આગેવાનો, વેપારી સંસ્થાના આગેવાનો સહિતના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળીના જનરલ એમડી નિતેષ ડોડીયાએ કર્યું હતું.