બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની ધારી શાખા દ્વારા સભાસદના વારસદારને બાજપાઈ સહાય નિધિની રકમ ચૂકવવામાં આવી છે. જેમાં સભાસદ બતુલબેન સૈકુદીનભાઈ ત્રવાડીનું આકસ્મિક અવસાન થતા તેમના વારસદારને મંડળી તફથી બાજપાઈ સહાય નિધિની રકમ ૨૫,૦૦૦ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. આ વેળાએ મંડળીના જનરલ એમ.ડી. નિતેષભાઈ ડોડીઆ, શાખા એમ.ડી. કેતનભાઈ ધકાણ, ડીરેક્ટર વિનુભાઈ પટોળીયા, એડવાઇઝરી બોર્ડ મેમ્બર ભરતભાઈ આમલસેડા, નિલેશભાઈ ઘેલાણી હાજર રહ્યાં હતાં.