બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની બોર્ડ ઓફ ડીરેકટર્સની મિટિંગ લીલીયાના નિલકંઠ મહાદેવ મંદિરે યોજાઈ હતી. જેમાં મંડળીના સ્થાપક ચેરમેન રશ્વીનભાઈ ડોડીયા અધ્યક્ષપદે રહ્યા હતા. આ તકે લીલીયા શાખાના એમ.ડી. પ્રવિણભાઈ રાજપુરાનું લીલીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ડિસ્ટ્રીકટ ચેમ્બરના ઉપપ્રમુખ તરીકે વરણી થતાં સન્માન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં આવક જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા તથા સદસ્યોની લોન માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી. તેમજ વડોદરા મુકામે ખુલનાર નવી શાખા અન્વયે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ તકે શાખાના એમ.ડી.ઓ, ડીરેકટરો તથા એડવાઈઝરી બોર્ડ મેમ્બરો ઉપÂસ્થત રહ્યા હતા.