બગસરાના પરફેકટ રિસોર્ટ ખાતે શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.ના બોર્ડ ઓફ ડિરેકટરની મિટિંગ મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી. આ મિટિંગમાં બગસરા-ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, મંડળીના તજજ્ઞ ડિરેકટર કંચનબેન રાદડીયા (ધારાસભ્ય ઠકકરબાપા નગર અમદાવાદ) સહિતના ખાસ ઉપસ્થિત રહેલ. ચાલુ વર્ષમાં આ મંડળી ગુજરાતભરની ૬૩૫૦થી વધુ શરાફી મંડળીઓમાં પ્રથમ ક્રમાંકે આવેલ છે. બાજપાઈ સહાયનિધિમાં સભાસદોના વારસદારોને રૂ. ૨૫૦૦૦/– ના ચેકો ઉપસ્થિત આગેવાનો દ્વારા અર્પણ કરાયેલ. આ મિટિંગનું સફળ સંચાલન મંડળીના જન. એમ.ડી. નિતેષભાઈ ડોડીઆએ કર્યું હતું.







































