બગસરા,તા.૩૧
બગસરા થી અમરેલી તરફ જતી અનાજનો જથ્થો ભરેલ મીની ટેમ્પો ગાડીને એક જાગૃત નાગરિક સંજયભાઈ કાપડિયા રહે. તડકા પીપળીયા દ્વારા આ ગાડીની જાણ થતાં આ ગાડી પાછળ પોતાનું વાહન લઈને પીછો કરતા તે ગાડીને બગસરા અટલજી પાર્ક પાસે આ ગાડીને પકડી પાડવામાં આવેલ અને ડ્રાઈવર વિનોદભાઈ ગોવિંદભાઈ પરમાર રહે. કોટડા અને કીલીન્ડર સમીરભાઈ ઓસમાણભાઈ ચૌહાણ રહે. બીલખા વાળા વિરુધ્ધ ફરિયાદ કરેલ છે. પ્રાંત અધિકારીએ આ ગાડીને સીઝ કરી હતી. આ ગાડીને બગસરા પોલીસ સ્ટેશન ખાતે આ ગાડીને લઈ અનાજની ખરીદીના બિલનું પૂછતા બિલ ના હોવાથી આ ગાડીને સીઝ કરવામાં આવી હતી. આ ગાડીમાં ચોખા કિંમત ૯૮,૬૨૨ અને ટેમ્પો કિંમત ૧.૫૦ લાખ રૂપિયા સહિત કુલ ૨,૪૮,૬૨૨ના કુલ મુદ્દામાલ સહિત આ ગાડીને સીઝ કરવામાં આવી હતી અને વડીયા ખાતે સરકારી સસ્તા અનાજના ગોડાઉનમાં માલ મોકલવામાં આવ્યો હતો.