બગસરા નગરપાલિકા હવે ટૂંક સમયમાં પાણીવેરો, ભૂગર્ભ ગટર વેરો, લાઈટવેરો વગેરેમાં વધારો કરવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળ્યુ છે. જા કે આ વેરા વધારો કર્યા પહેલા શહેરની સામાજિક સંસ્થાઓ અને આગેવાનો સાથે નિર્ણય કરવામાં આવશે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. બગસરા નગરપાલિકા હાલ વાર્ષિક રૂ.૬૦૦ વસુલે છે ત્યારે આ વેરો ડબલ કરવામાં આવશે તેવુ જાણવા મળ્યુ છે તેમજ ભૂગર્ભ ગટરનો વેરો અને લાઈટવેરો પણ નાખવાનું પાલિકા વિચારી રહી છે. વેરા વધારા બાબતે ભૂતકાળમાં ધારાસભ્ય જે.વી.કાકડીયાએ પણ વિરોધ નોંધાવ્યો હતો જા કે હવે તેમના સુર બદલાયા છે અને વેરા બાબતે ધારાસભ્યએ જણાવ્યું હતુંં કે પાલિકાએ આંશિક વેરો જ વધારો જાઈએ વધુ વેરા વધારાનો બોજ શહેરીજનો પર નાખવામાં ન આવે તેવા પ્રયાસો કરવામાં આવશે. પાલિકા પ્રમુખ જયોત્સનાબેન રીબડીયાએ જણાવ્યું હતુંં કે પાણી પુરવઠાનું વીજબીલ રૂ. ૧૬ કરોડ બાકી છે, ત્રણ માસનું સ્ટ્રીટલાઈટનું બીલ રૂ.૧૩ લાખે પહોચ્યુ છે. ભૂગર્ભ ગટરની સફાઈનો ખર્ચ પરવડે તેમ નથી. બગસરા પાલિકા એકાંતરા ૪ કલાક કરતા વધારે સમય પીવાનું પાણી પુરૂ પાડે છે. પાલિકાના સ્વભંડોળની તિજારી ખાલીખમ હોવાથી કર્મચારીઓના પગાર ચાર મહિને થાય છે. જા કે વેરા વધારાનો અમલ થાય તે પહેલા ધારાસભ્ય, સામાજિક સંસ્થા, આગેવાનો અને શહેરીજનો સાથે વિચાર વિમર્શ કરી વેરા વધારો કરવામાં આવશે. આમ, વેરા વધારો કરવાનો પાલિકાએ તખ્તો તૈયાર કરતા શહેરીજનોમાં કચવાટ ફેલાયો છે.