રાજય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવાનાં અભિયાન નીચે સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જા કે, બગસરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવાનાં અભિયાનનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવા માટે નાટક કરવામાં આવી રહ્યા છે. જયારે બગસરા પાલિકા દ્વારા સ્વચ્છતાનું ખોટું નાટક કરી માત્ર ફોટોસેશન કરવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા અંગેનાં ભીંતસૂત્રોની પાસે જ ગંદકીનાં ગંજ ખડકાયેલા હોય સ્વચ્છતા અભિયાનનો ઉલાળીયો થઈ રહ્યો છે. સ્વચ્છતા બાબતે પાલિકાની નીતિથી શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે.