બગસરા નગરપાલિકામાં અનેક ગોલમાલ હોવાની પાલિકાના વોટર વર્ક્સના કર્મચારી દ્વારા પ્રાદેશિક નિયામકને રજૂઆત કરવામાં આવી છે. વિગત અનુસાર બગસરા નગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના કર્મચારી રફિકભાઈ હબીબભાઈ સૈયદ દ્વારા પ્રાદેશિક નિયામક સહિત અનેક અધિકારીઓને નગરપાલિકામાં ચાલતી ગોલમાલ વિશે જાણ કરવામાં આવેલ છે. તેમના જણાવ્યા અનુસાર નગરપાલિકામાં તેમના સહિતના કર્મચારીઓને માનસિક ત્રાસ આપવો, તેમજ લાગવગના જોરે કામગીરી સોંપવી, ફિક્સ પગારના કર્મચારીઓના પગાર તિજોરી ખાલી હોવા છતાં રાતોરાત વધારી દેવા, નવા કર્મચારીઓ લેવાને બદલે જુના કર્મચારીઓના જ કોન્ટ્રાક્ટ રીન્યુ કરવા, પાલિકામાં જી.પી.એફ. શાખામાં થયેલ કૌભાંડની તપાસ રોકી રાખવા સહિતના અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે.