વાયા વડીયા થઇને ચાલતી બગસરા તથા ધારી ડેપોની બસો અનિયમિત આવતી હોવાના કારણે વડીયાના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વડીયા સરપંચ રમાબેન ઢોલરીયા દ્વારા આ બંને ડેપોના મેનેજરોને પત્ર લખી વાયા વડીયા ચાલતી બસોને નિયમિત કરવા રજૂઆત કરવામાં આવી છે. વડીયા વિસ્તારના લોકો રાજકોટ, શાપર, ગોંડલ જેવા સેન્ટરોમાં ખરીદી અને ધંધા-રોજગાર માટે એસટી બસનો સહારો લે છે. ત્યારે ધારી અને બગસરા ડેપોની રાજકોટ રૂટની બસો કે જે વાયા વડીયા થઇને ચલાવવામાં આવે છે તે અનિયમિત હોવાના કારણે મુસાફરોને હાલાકી પડે છે. આ મામલે ખડખડ મુકામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં પણ રજૂઆત કરાઇ હતી. ત્યાર બાદ હવે સરપંચ રમાબેન ઢોલરીયા સહિતના આગેવાનો દ્વારા પુનઃ રજૂઆત કરાઇ છે, આ રૂટોને નિયમિત કરવામાં આવે તેવું લોકો પણ ઇચ્છી રહ્યા છે.