રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે અને તેમને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસનની નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કાનો રાજયવ્યાપી પ્રારંભ થયો છે. આ સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કા અંતર્ગત તાલુકા દીઠ ૩ અને નગરપાલિકા-મહાનગરપાલિકા દીઠ બે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. સેવા સેતુ કાર્યક્રમ એ રાજ્ય સરકારના જનકલ્યાણલક્ષી અભિગમનું એક પરિમાણ છે. સેવા સેતુ કાર્યક્રમમાં ૨૫ લાભાર્થીઓને આવકના દાખલા, ૨૨ લાભાર્થીઓને યુડીઆઇડી કાર્ડ રજિસ્ટ્રેશન, ૧૨ લાભાર્થીઓને રાશન કાર્ડ નામ દાખલ, આઇસીડીએસ અન્વયે ૧૧ બાળકોની આધાર નોંધણી, પીએમજેવાય યોજના અન્વયે ૮ લાભાર્થીઓની અરજી, નવા ઘરેલુ વીજ જોડાણ માટે ૫ અરજી, રાશન કાર્ડમાં નામ સુધારણા અને કમી કરવા ૬ અરજી, સામાજિક વનીકરણ અન્વયે ૫૦ અને બગસરા તાલુકા કાનૂની સેવા અન્વયે ૮૦ સહિત તમામ અરજીઓ પર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.