બગસરા તાલુકામાં સેટેલાઈટ સર્વેની ભૂલ સુધારવા ખેડૂતોએ માંગ કરી છે. બગસરા તાલુકામાં ગત વર્ષે પાક વાવેતર બાબતે થયેલા સેટેલાઈટ સર્વેમાં મોટી ભૂલો સામે આવી છે. અનેક ખેડૂતોના સાચા વાવેતરને બદલે નજીકના ખેતરના પાકના દાખલા દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે કપાસ વાવનાર ખેડૂતોને સરકારે જાહેર કરેલ વળતર મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. આ અંગે જાગૃત ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું, જેમાં તાલુકા વિસ્તરણ અધિકારી દ્વારા વાવેતરના દાખલામાં સુધારો કરવાની માગ કરવામાં આવી છે.