બગસરા પંથકમાંથી બે બાઇકની ઉઠાંતરી થઈ હતી. લુંઘીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા હરેશભાઈ ડાયાભાઈ ઘાડીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, કાગદડી ગામ જવાના રસ્તાથી આશરે એકાદ કિ.મી. દૂર તેની ૨૦ હજારની બાઈકની અજાણ્યો ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.
માણેકવાડા ગામે રહેતા રાકેશભાઈ જસાભાઈ વાળા (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, અજાણ્યો ઇસમ તેમના ૧૦ હજારની કિંમતના બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. ડી. વાળા વધુ તપાસ કરી રહ્યા છે. ધારીના છતડીયા ગામે રહેતા મુકેશભાઈ કાળુભાઈ માંડવીયા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમની દુકાન પાસેથી અજાણ્યો ઇસમ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેની કિંમત રૂ. ૧૨ હજાર જાહેર થઈ હતી.