રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત બગસરા તાલુકાના માણેકવાડા ગામે રાષ્ટ્રધ્વજના ગૌરવ માટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાઃ સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ”ના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રામાં વિશાળ જનસમૂહ જોડાયો હતો. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી-બગસરા વિધાનસભાના ધારાસભ્ય જે.વી. કાકડીયા, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિનભાઈ કુંજડીયા, જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મહિડા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, મહામંત્રી દેવરાજભાઈ રાંક, બગસરા નગરપાલિકા પ્રમુખ એ.વી. રીબડીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ બાબરીયા સહિત તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, હોદ્દેદારો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. દેશભક્તિના નારા અને તિરંગાની શાન સાથે કાર્યક્રમને સફળ બનાવાયો હતો.







































