બગસરાની કડાયા ગામની પરિણીતાને કરિયાવર મુદ્દે સાસરિયાએ કનડગત કરી હતી. બનાવ અંગે રેખાબેન લાલજીભાઈ રાંક (ઉ.વ.૪૨) એ ફરિયાદ નોંધાવી હતી કે બગસરામાં રહેતા પતિ લાલજીભાઈ પાંચાભાઈ રાંક, વજીબેન પાંચાભાઈ રાંક, પાંચાભાઈ વિરજીભાઈ રાંક તથા સગુણાબેન પાંચાભાઈ રાંકે કરિયાવર તેમજ ઘરકામ બાબતે મેણાટોણા મારી શારીરિક માનસિક દુઃખ-ત્રાસ આપી, ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એચ.મીંગ વધુ તપાસ કરી રહ્યા છે.