બગસરામાં હિરાનું કામ કરતા અને ડાયમંડ એસોસિએશનનાં પ્રમુખ રિતેશભાઈ બાબરીયાનું હડાળા અને ડેરી પીપરીયા ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે આવતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
આ બનાવની વિગતો જાઈએ તો રિતેશભાઈ બાબરીયા બગસરાથી પોતાના ગામ જૂના વાઘણીયા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લીધા હતા. જયાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત કર્યા બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. રિતેશભાઈના પરિવારમાં એક દિકરો અને એક દિકરી છે. સમગ્ર પરિવારની જવાબદારી તેમના શિરે જ હતી. આ અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત થતાં જ નાના એવા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.