બગસરા-જેતપુર રોડ પર ઓટો ચાલકે ટુ વ્હીલ ચાલકને અડફેટે લીધો હતો. મોટા મુંજીયાર ગામના અનીલભાઈ ભીખુભાઈ મકવાણા (ઉ.વ.૩૯)એ ઓટો રીક્ષા નંબર જીજે-૧૪-વાય-૩૦૪૧ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી હિતેશભાઈ વશરામભાઈ મીટાળીયાએ તેમના હવાલાની ઓટો રીક્ષા પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી તેમના ભાઈના મોટરસાયકલ નંબર જીજે-૧૧-કે-૩૦૪૧ને ટક્કર મારી હતી. જેમાં તેમના ભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી તથા ભત્રીજાને નાની મોટી સામાન્ય ઈજા થઈ હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એચ. મીંગ વધુ તપાસ કરી રહ્યા છે.





































