જસદણના હુડકો રસ્તા પાસે રહેતા પાર્થ ઘનશ્યામભાઈ પંડયાને બગસરા કોર્ટે નેગોશિએબલ એક્ટની કલમ મુજબ કસુરવાર ઠરાવી સજાનું વોરંટ ઈશ્યુ કર્યું હતું. જે બાદ છેલ્લા સાત માસથી પાર્થ પંડયા ફરાર હતો. ત્યારે ડીવાયએસપી ચીરાગ દેસાઈએ નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સૂચના આપી હતી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે બગસરા કોર્ટમાંથી સજાના વોરંટમાં ફરાર પાર્થ પંડયાને ઝડપી લીધો હતો.