બગસરા શહેરમાં જ્યાં સ્વચ્છતાના પાઠ શિખવવામાં આવે છે ત્યાં શાળા પાસે જ ઉકરડો બની ગયો હોય તેવું દૃશ્ય જાવા મળી રહ્યું છે. શહેરની મધ્યમાં આવેલ કન્યાશાળા પાસે બગસરા નગરપાલિકા દ્વારા વર્ષોથી કચરો ખાલી કરવા માટે પોઇન્ટ બનાવવામાં આવ્યો છે. શહેરમાં ડોર-ટુ-ડોર કલેક્શનની વ્યવસ્થા હોવા છતાં આવું શા માટે કરવામાં આવે છે? તે એક સવાલ છે. શાળા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઇ આ કચરા પોઇન્ટ દૂર લઇ જવા અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું આરોગ્ય જાખમમાં મુકાયું છે. ત્યારે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરી ડમ્પિંગ પોઇન્ટ અહીંથી ખસેડવામાં આવે તેવી વાલીઓમાંથી માંગ ઉઠવા પામી છે.