બગસરા એસ.ટી.ડેપોમાં ડ્રાઈવરોની ઘટ હોવાથી બસનું સંચાલન કરવુ મુશ્કેલ બન્યુ હતું. ડ્રાઈવરની ઘટને કારણે અનેક મહત્વના રૂટ બંધ કરવા પડે તેવી પરિસ્થીતિનું નિર્માણ થયુ હતું. રાજયના વાહનવ્યવહાર વિભાગ દ્વારા નવા ડ્રાઈવરોની નિમણૂંક કરવામાં આવતા બગસરા ડેપોમાં મોટાભાગના બંધ થયેલા રૂટ ફરી શરૂ કરવામાં આવ્યા છે. અમરેલી એસ.ટી.ડિવિઝનમાં ડ્રાઈવરોની સૌથી વધુ ઘટ બગસરા ડેપોમાં જાવા મળતી હતી. જેના કારણે અનેક રૂટ બંધ કરવાની ફરજ પડી હતી. રાજય સરકારે નવા ડ્રાઈવરોની ભરતી કરતા બગસરા ડેપોમાં નવા અને અન્ય ડેપોમાંથી ર૮ જેટલા ડ્રાઈવરો આવતા મહદઅંશે ડ્રાઈવરોની ઘટ હલ થઈ છે. જા કે બગસરા ડેપોમાંથી રર જેટલા ડ્રાઈવરો અન્ય ડેપોમાં ગયા બાદ પણ રૂટને કોઈ અસર પહોંચી નથી. આ અંગે ડેપો મેનેજર નિમિષાબેન ગઢવીએ જણાવ્યું હતું કે, બગસરા ડેપોમાં હજુ પણ અન્ય ડેપોમાંથી ડ્રાઈવરો આવવાનું શરૂ છે એટલે આગામી સમયમાં બગસરા ડેપોમાં ડ્રાઈવરોની ઘટ બુરાઈ જશે. નવા ડ્રાઈવરો આવતા દ્વારકા, વડોદરા વાયા-વલ્લભવિદ્યાનગર, માતાના મઢ સહિતની બસ શરૂ કરવામાં આવે તેવી મુસાફર જનતા માંગ કરી રહી છે.