બગસરા, તા.૦૧
બગસરા એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓ એક સાથે શુક્રવારે વય મર્યાદાના કારણે પોતાની ફરજ પરથી નિવૃત્ત થયા હતા. આ અવસરે એસ.ટી. ડેપોના અન્ય કર્મચારીઓ દ્વારા સમારોહ યોજીને અરવિંદભાઈ સાગઠીયા, દેશાભાઈ ચોહાણ, હરેશભાઈ વાળા અને અશોકભાઈ દીક્ષિતને શાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને વિદાયમાન આપવામાં આવ્યું હતું અને તંદુરસ્ત-દીર્ઘાયુ જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.