બગસરા એસટી ડેપોમાં યુરીનલમાં સફાઈનાં આભાવે ગંદકી અને ભારે દુર્ગંધને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડેપોમાં રોજ બહોળી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે અને બસમાંથી ઉતરી બસ સ્ટેન્ડમાં આવતા જ માથુ ફાડી નાખે તેવી દુર્ગંધથી લોકો પરેશાન થઈ જાય છે. ડેપોમાં સફાઈકર્મીનું પેસેન્જર સાથે મનસ્વી વર્તન અને બેફામ રુપિયા ઉઘરાવાતા હોવાને કારણે ડેપો મેનેજર દ્વારા સફાઈકર્મીને છૂટા કરાયા છે. જોકે છૂટા કર્યાના સાત દિવસ થવા છતાં હજુ સુધી નવા કર્મચારીની ભરતી કરવામાં આવી નથી.
જેના કારણે યુરીનલમાંથી મળ-મૂત્ર બહાર આવતા લોકોને યુરીનલમાં જવું તો ઠીક પણ ડેપોમાં બેસવું પણ મુશ્કેલ બની ગયું છે. માત્ર પેસેન્જરો જ નહીં પણ અહીં કામ કરતાં કર્મચારીઓ પણ આ દુર્ગંધથી પરેશાન છે.