બગસરા એસટી ડેપો દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતા ડ્રાઇવરો અને કંડક્ટરોને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ડેપો દ્વારા ગુજરાત સરકારના એક્શન પ્લાન ૨૦૨૫ હેઠળ અને તાલુકા હેલ્થ સેન્ટર બગસરાના સહયોગથી કર્મચારીઓને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન (ORS)ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.









































