બગસરામાં આવેલ આપાગીગાના ગાદી મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. મહંત જેરામબાપુના સાનિધ્યમાં તા.૧૦ને ગુરૂવારના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. સવારે ૭ કલાકે મંગળા આરતી, ૭ઃ૩૦ કલાકે હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞ, ૮ કલાકે પાદુકાપૂજન, ૯ઃ૩૦ કલાકે ગુરૂપૂજન, ૧૦ કલાકે પ્રસાદ અને સાંજે ૪ઃ૩૦ કલાકે સત્યનારાયણ
ભગવાનની કથા યોજાશે. મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે અને ગુરૂપૂજન કરશે. આ ઉપરાંત ગુરૂપૂર્ણિમાના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીને સફળ બનાવવા માટે મંદિરના સેવક પરિવાર તેમજ કોઠારી હરીબાપુ આ મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.










































