બગસરા આઈટીઆઈ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડથી બચવા વિશે માર્ગદર્શન અપાયું હતું. ડીવાયએસપી ચિરાગ દેસાઇના
નેતૃત્વ હેઠળ, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, અમરેલીના પીઆઈ કે.વી.ચુડાસમા અને પીએસઆઈ જે.એમ.કડછા દ્વારા એક ટીમ બનાવીને આ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હેડ કોન્સ્ટેબલ નૈતિકભાઇ બાબરીયા અને પોલીસ કોન્સ્ટેબલ સમીરભાઇ ખાને વિદ્યાર્થીઓને સ્ક્રીન શેરિંગ એપ, ઓ.ટી.પી. ફ્રોડ, કસ્ટમર કેર નંબર ફ્રોડ, શિપિંગ શુલ્ક, ન્યુડ વીડીયો કોલ, આર્મીમેનનું નામ ધારણ કરવું જેવી વિવિધ સાયબર છેતરપિંડીથી કેવી રીતે બચવું તે સમજાવ્યું હતુ. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવાનો છે.