બગસરાથી અમરેલી જવા માટે એસ્સાર પંપ પાસે છેલ્લા ઘણા સમયથી માર્ગ પર મસમોટા ખાડાઓ હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હતા ત્યારે આ માર્ગનું કામ શરૂ કરવામાં આવતા વાહનચાલકોને રાહત થઈ હતી. આ માર્ગ અમરેલી જવા માટેનો મુખ્ય માર્ગ હોવાથી મોટી સંખ્યામાં વાહનો આ માર્ગ પરથી પસાર થતા હતા પરંતુ બિસ્માર રસ્તાને કારણે વાહનચાલકો પણ ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હોવાથી હવે વાહનચાલકોને ખખડધજ રસ્તામાંથી રાહત મળી છે.