બગસરા અને વિસાવદર પંથકના મૃતકોના અસ્થિઓને એકત્ર કરી હરિદ્વાર ખાતે પૂજન વિધિ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. બગસરાના સેવાભાવી દીપકભાઈ પંડયા અને મયુરભાઈ પંડયા દ્વારા બંને ગામોના મૃતકોના અસ્થિઓ ભેગા કરી હરિદ્વાર લાવવામાં આવ્યાં હતાં. જ્યાં ૩૦૦ કરતા વધારે અસ્થિઓનું પૂજન કરી વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન કર્યા બાદ ગરીબોને ભોજન આપવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં ગીરધરભાઇ બારોટ, મનસુખભાઇ સાંગેચા અને જગુભાઈ કોટીલા પણ હાજર રહ્યા હતા.