બગસરામાં સતત ચોથા દિવસે વરસાદ પડતા ખેડૂતોને ભયંકર હાલાકીનો સામનો કરવો પડ્‌યો છે ત્યારે બગસરાના વિસ્તાર શાકમાર્કેટ માં પાણી ભરાયાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે ત્યારે તંત્રની પોલ ખોલી રહેલ વરસાદ પ્રીમોનસુન કામગીરી ફક્ત કાગળ ઉપર થઈ રહેલું હોય તેવું લાગી રહ્યું છે જ્યારે હાલમાં આ માવઠામાં શહેરની દુર્દશા થઈ રહી છે ત્યારે ચોમાસામાં હાલ કેવા થશે તેવા લોકોમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. આજ ચોથા દિવસે બગસરામાં ૧૯ મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. જેથી ખેડૂતોને ભારે નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. સાવરકુંડલા પંથકમાં તાજેતરમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સ્થાનિક ખેડૂત જણાવ્યું, “અમે આ વર્ષે સારા ઉત્પાદનની આશા રાખી હતી, પરંતુ આ કમોસમી વરસાદે અમારી મહેનત પર પાણી ફેરવી દીધું છે. કેરીના ઝાડમાંથી ફળો ખરી પડ્‌યા છે, જેનાથી આર્થિક નુકસાન થશે.” અમરેલીમાં પણ સમી સાંજથી જારદાર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા બેઠાડી છે.