સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત બગસરા તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં તા.૨૫ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર સુધી આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે ગોકુળપરા-૧ આંગણવાડી ખાતે ICDS બગસરા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન છોડવડિયા, બાંધકામ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પાનસુરીયા, નગરપાલિકા પ્રમુખ નિરવભાઈ ગોંડલીયા, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભેસાણીયા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, આરતીબેન વણપરીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ આંગણવાડીની કામગીરી નિહાળી હતી. દક્ષાબેન છોડવડિયાએ આંગણવાડી માટે સ્માર્ટ બોર્ડ આપવાની જાહેરાત કરી હતી. બાળકોને ફળ-સુખડી અને THRનું વિતરણ કરાયું હતું. કુપોષિત બાળકોને પોષણ ચેમ્પિયન એવોર્ડ તથા આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશાવર્કર બહેનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. માતાઓ સાથે પોષણ અંગે જાગૃતિ બેઠક પણ યોજાઈ હતી.







































