બગસરા શહેરમાં ૧૦મો વિશ્વ યોગ દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણી મેઘાણી હાઈસ્કૂલ ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ
દ્વારા કરવામાં આવી હતી. તાલુકા વહીવટી તંત્ર બગસરા દ્વારા આયોજનને સફળ બનાવવા માટે ખૂબ મોટો સહયોગ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, મામલતદાર, પાલિકા પ્રમુખ, બગસરા પોલીસ પીઆઈ, મેઘાણી હાઈસ્કૂલના સ્ટાફ અને બાળકો અને ૫૦૦થી વધુ લોકો આ યોગ દિવસની ઉજવણીમાં હાજર રહ્યાં હતાં.