બગસરા હોમગાર્ડ યુનિટ ખાતે હોમગાડ્‌ર્ઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિન-ર૦ર૧ની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત ડો. બી.આર. આંબેડકર મહા પરિનિર્વાણ દિન નિમિત્તે ડો. આંબેડકર સાહેબના ફોટા પર ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે બગસરા હોમગાર્ડ કચેરીના કમાન્ડર એસ.એમ. પાઘડાળ સહિત જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.