આગામી ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાનને જન-જન સુધી પહોંચાડવા તેમજ રાષ્ટ્રધ્વજના સન્માન અને ગૌરવ સાથે બગસરા શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય તિરંગા યાત્રા યોજવાની તૈયારીઓના ભાગરૂપે બગસરા નગરપાલિકાના સભાખંડ ખાતે શહેર ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેર ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ કારીયા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એ.વી. રીબડીયાએ તિરંગા યાત્રાના સુચારુ આયોજન અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે બગસરા શહેરના નવનિયુક્ત હોદ્દેદારોનું શહેર ભાજપ ટીમ અને નગરપાલિકા ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, મહામંત્રી હિરેનભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ બોરડ, નગરપાલિકા પ્રમુખ નીરવભાઈ ગોંડલીયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.









































