બગસરામાં આવેલા હિન્દુ સ્મશાન ખાતે અસ્થિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. સેવાભાવી દિપકભાઈ પંડયા, મયુર પંડયા દ્વારા છેલ્લાં ૧૬ વર્ષથી મૃતકોના અસ્થિઓ સ્મશાનમાંથી એકત્ર કરી મૃતકોના સ્વજનોના હાથે અસ્થિઓનું પૂજન કરી હરિદ્વાર ખાતે ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે. અસ્થિપૂજન કાર્યક્રમમાં ગંગા નદીમાં શા માટે અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે તે અંગે ગીરધરભાઈ સોલંકીએ સ્વજનોને માહિતગાર કર્યા હતા. આ તકે બ્રહ્માકુમારીઝની બહેનોએ આત્મા-પરમાત્મા વિશે વાતો કરી હતી. બગસરા અને વિસાવદર તાલુકાઓના તમામ અસ્થિઓ એકત્ર કરી સેવાભાવીઓ આજે હરિદ્વાર જવા રવાના થશે.