જૂનાગઢથી ચાર વ્યક્તિઓ, રોહન વલકુભાઈ, રામ નરેશભાઈ, નરેશભાઈ જેન્તીભાઈ અને પિયુષ મહેશભાઈ, બગસરા ગાડી ખરીદવા આવ્યા હતા. જેતપુર રોડ પર પાણીના ટાંકા પાસે તેમની કારમાં ગેસ લીક થતાં અચાનક આગ લાગી હતી. સદનસીબે, ચારેય વ્યક્તિઓ પોતાનો જીવ બચાવી સુરક્ષિત બહાર નીકળી ગયા, જેથી કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, કારમાં રાખેલા અનેક દસ્તાવેજો અને રૂ. ૩ લાખ રોકડા બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનાને પગલે રસ્તા પર વાહનવ્યવહાર થંભી ગયો હતો, આ દરમિયાન કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.









































