બગસરા જેમની કર્મભૂમિ રહી છે તેવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૯મી જન્મજયંતી નિમિત્તે, શિવા ગ્રુપ-બગસરા દ્વારા ‘મેઘાણી એવોર્ડ’ એનાયત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રસિદ્ધ સાહિત્યકાર અને કલાકાર હેમંત જોષીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ તા. ૦૪/૦૯ ૨૦૨૫ના રોજ સાંજે ૫ઃ૩૦ કલાકે અરવિંદભાઈ મણીયાર ભવન, બગસરા ખાતે યોજાશે. આ પ્રસંગે સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હેમંત જોષીને સન્માનિત કરશે.