બગસરાના શિક્ષણ જગતમાં વધુ એક સુવિધા શરૂ થવા જઈ રહી છે. શહેરમાં સાયન્સ કોલેજ શરૂ કરવા માટે રાજય સરકાર દ્વારા મંજૂરી મળી જતા આ સત્રથી જ કોલેજ શરૂ થાય તે માટે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ગીરીશભાઈ ભીમાણી સહિતનાઓએ સ્થળ મુલાકાત કરી હતી. બગસરામાં સાયન્સ કોલેજ શરૂ થાય તે માટે વર્ષોથી માંગ કરવામાં આવી હતી જેથી રાજય સરકાર દ્વારા મંજૂરી સાથે રૂ.૭પ લાખની ફાળવણી પણ કરવામાં આવી છે. વહીવટી મંજૂરી મળ્યા બાદ આ સત્રથી જ સાયન્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મેઘાણી હાઈસ્કૂલમાં શરૂઆતના તબક્કે સાયન્સ કોલેજ શરૂ થશે.