બગસરામાં ધારાસભ્ય જે.વી.કાકડીયા તેમજ મુખ્ય દંડક કૌશિક વેકરીયા તેમજ પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન સહિતના પદાધિકારીઓ દ્વારા ૧૦૪ મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. સરકાર દ્વારા આ તમામ પરિવારને મકાન બનાવવા માટે ૩.૫ લાખ રૂપિયા આપવામાં આવશે તેમજ મિતલ ગ્રુપ વતી પણ વધારે રૂપિયા આપીને મકાનો બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજર અંદાજે ૫૦૦ જેટલા સરાણીયા પરિવારના લોકો તેમજ તેમના મોભીઓ દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ આવા પરિવારનો હાથ પકડનાર મિત્તલબેને તેમને ખાતરી પણ આપી કે આપને જેમ મકાન આપવામાં આવ્યા તેમ તમારા બાળકોને સ્કૂલ પણ આપવામાં આવશે અને હોસ્ટેલ પણ બનાવવામાં આવશે.