લોખંડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ ૧૪૬મી જન્મજયંતી હોવાથી બગસરા ખાતે સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર ચોક ખાતે આવેલી સરદારની પ્રતિમાને આગેવાનો દ્વારા હારારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ, કોંગ્રેસ, પાલિકા સદસ્યો તેમજ લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ હાજર રહ્યાં હતા.